જય મહાકાળી, મહાકાળી માત ની જય
તો ભક્તિ ની વ્યાખ્યા શું છે?
પહેલાના જમાના માં તંબુરો લઇને બેસવું ને ભજન ગાવું તેને ભગત કહેવાય.
થોડું ઘણું કરતાં હોય... મારી વ્યાખ્યા થોડી જુદી છે. મે મારા અનુભવ ને અંતે શોધી કાઢ્યું છે કે નીતિમય જીવન જીવવું એ ભક્તિ છે. કોઈ પણ દિવસ નીતિમય રીતે જીવી જાણો તેનું નામ ભક્તિ છે. પછી તો આગળ આપણે જોઈએ એના કરતાં ઉપલું સ્ટેજ તો માણસ જે કોઈ સ્થાન પર હોય કોઈ નોકરી કરતો હોય, કોઈ ખેતી કરતો હોય, કોઈ રાષ્ટ્રપતિ હોય, કે કોઈ વકીલ હોય, પણ પોતાની ફરજ બરાબર બજાવે એને માટે આ ભક્તિ સુલભ થઇ જાય છે. જો આ બરાબર બજાવે તો ભગવાન ગમે ત્યાં હશે તમારી પાસે આવશે. અને આમાં ગડબડ હશે અને તમે ગમે એટલા જાપ કરશો, ગમે તે કરશો તો હું માનું છું ત્યાં સુધી તમારાથી આવી શક્તિઓ દુર રહેશે. એટલે મારી પહેલી વાત કરું છું તે નીતિમય જીવન જીવવું
બીજી વાત એ છે કે આપણે જે કોઈ સ્થાન પર હોઈએ તે ખેતી કરતાં હોય, નૌકરી કરતાં હોય, વેપાર કરતાં હોય, વકીલાત કરતાં હોય ગમે તે હોય આપણી ફરજ, આત્માને પૂછી જોવાનું કોઈ ગુરુની જરૂર નથી. ઘણાઓ ને મારે કે ગુરુ છે, બરાબર છે તે, પણ આત્મા, છાંતી પર હાથ મૂકી તમે આત્માને પૂછી જુઓ સાચું શું છે ને ખોટું શું છે તમને ખબર પડી જશે. અને જે તમને આત્મા કહે તે કરો. પણ આપણે ઓવરટેક (OVERTAKE) કરીએ છીએ. ચોક્કસ બધા જાણે છે કે આ ખોટું છે એવું ખબર પડે છતાં ઓવરટેક કરીને ખોટું કરે છે. આત્માના જે વિચાર આવે છે તેને લાત મારી દે છે. અને પછી રીઝલ્ટ જયારે આવે છે ત્યારે પસ્તાય છે. અને પછી કુદરત નો વાંક કાઢે છે. એકેએક નો આત્મા પવિત્ર છે. એકેએક નો આત્મા સ્પષ્ટ બોલે છે. ગમે એવો દુષ્ટ માણસ હશે એ પણ જો ઘડીભર છાતીપર હાથ મૂકીને પૂછે તો કુદરત એને જવાબ આપે છે. પણ આપણે એ માનવા તૈયાર નથી. તો આરીતે નીતિમય જીવન જીવવું. ડયુટી (DUTY)બરાબર કરવી આપણી, જે કઈ આપણને સોપ્યું હોય ભગવાને કાર્ય કરવાનું તે બરાબર કરવું. હવે આગળ જઈએ, એના પછીનું ત્રીજા સ્ટેજ પર જઈએ તો આ થોડી થોડી ભક્તિ, પછી પેલી વ્યાખ્યા આવે છે ભક્તિ ની. ભગવાનનું સ્મરણ કરો, માતાજી નું સ્મરણ કરો, એનો દીવો કરો, એના ઉપવાસ કરો, એ પછીના સ્ટેજ માં આવે છે. જ્યાં સુધી પાયો કાચો હશે ત્યાં સુધી આ એકપણ તમને કોઈ.. આપે નહિ તમને, પરિણામ સારું નહિ આપે, એ મજબૂત નહિ બને, મકાન બનાવવું હોય તો પાયોજ મજબૂત જોઈએ. ઉપર સાત માળ લઇ જાઓ તો તૂટી જશે. ઘણા ખરા પોતાના આવા તપમાં અને પોતાના આવા વ્યવસાય એમાં ફેલ (FAIL)જતા હોય તેનું કારણ આ એકજ હોય. મૂળમાંજ કાચું હોય ને પછી કુદરત નો દોષ કાઢે છે. કુદરત નો કોઈ દોષ નથી હોતો.
સ્પષ્ટ છે વાત તમે આ મે જે પગથીયા બતાવ્યા તે કરો. હવે આ વાત થયી, હવે ભક્તિ વાત કરીએ આગળ, હવે પેલી વાત આવી, કઈ ભક્તિ વાળી તો એમાં મેં મારી ચોપડી માં બતાવ્યું સાદું તદ્દન સિમ્પલ આપેલું છે, ગમે તેવો માણસ કરી શકે. એ સંક્ષિપ્ત વ્રત. એટલે કે ઉપવાસ કરવા, મંગળવાર કરવો. પછીના સ્ટેજ જયારે જાય છે ત્યારે મૌન કરવાનું હોય છે મૌન. મૌન રાખીને ત્યાર પછી ગુપ્તવાસ આવે છે. એતો ઘણા દુર ની વાત છે. પણ આતો એક આઉટલાઈન છે હજુ અને પછી ધ્યાન આવે છે અને ધ્યાન માંથી વિલીનતા આવી જાય. અને માણસ પુરેપુરા પ્લેટફોર્મ પર જઈને એરોપ્લેન ઉપડી જાય.આ બધા સ્ટેજ મેં બતાવેલા છે મારી ચોપડી માં. થોડીક તસ્દી લઈને જો તમે બરાબર એનો અભ્યાસ કરશો તો એમાં બધુજ લખેલું છે. કોઈ કહેશે હું આજે આંબો વાવું ને કેરી મને આજે મળી જાય ને હું ખાઉં એ તદ્દન ખોટી વાત છે. એને માટે સમય જોઈએ. ધીરજ જોઈએ. ગમે એવી આપત્તિ આવે સામે તો એનો સામનો કરવાની હિંમત જોઈએ. ભલભલા આ વિઘ્ન આવવા પર ગબડી પડે છે અને છોડી દે છે. ને વગોવે છે આખરે કુદરતને. ભક્તિ સાચી નથી, એમાં કઈ મળતું નથી. આપણે બરાબર નૌકરી કરી હોય તો પગાર તો આવવાનો છે. સવાલજ નથી, ભગવાન નેય છુટકો નથી અને છતાય એની અપેક્ષા નહી રાખવાની. મે લખ્યું છે મારી ચોપડીમાં કે "આશાએ આરાધના કરનાર ને આનંદ આવતો નથી." પણ એક શોખ હોવો જોઈએ. હોબી (HOBBY)હોવી જોઈએ માણસને. બસ ભક્તિ કરવાની હોબી (HOBBY)હોવી જોઈએ. તો કોઈ વસ્તુ અઘરી નથી. દૈવી શક્તિઓ, ઘણા નથી, નાસ્તિક હોય છે, એ માનતા નથી હોતા કે નથી હોતી પણ થોડાક જ દિવસ જો આ હું કહું તે કરે તો અનુભવ થાય. અનુભવ થયા પછી એ છુટે નહિ ભક્તિ. ઘણી વખત ભક્તિ છૂટી જાય છે એનું કારણ આપણને અનુભવ નથી થતા. અનુભવ નથી થતા એનું કારણ હોવું જોઈએ કે આપણે એ પ્રમાણે કરતા નથી. હાઇડ્રોજન અને ઓક્સીજન ભેગા કરો એટલે પાણી થાયજ એવો સવાલ જ ક્યાં છે. પણ તમે બે ભેગા થાય તો થાય ને. તમારી અંદર તમારું જીવન અને તમારી ભક્તિ એ બે નો જો સમન્વય કરવામાં આવે એને બરાબર એક એમાં વહેડાવવામાં આવે તો સો ટકા ફળે. એ મારી ખાતરી હું આપું છું. મને વિશ્વાસ, તમને ખાતરી આપું છું કે આ જો આટલું આવે તો કોઈક વસ્તુ દુર નથી. હવે આપણે એ બધી વાત જવા દઈએ અને જે કોઈ ને કદાચ જરૂર હોય તો મને, મારી ચોપડી નો અભ્યાસ કરજો અંદર મળી જશે.
પણ હું હવે છેલ્લી વાત કહેવા માંગું છું. અને તે એ વાત છે કે આપણે TV છે કે રેડીઓ છે આપણે દિલ્હી સ્ટેશન સંભાળવું છે. તો આપણે આપણા ઘર માં રેડીઓ અથવા TV વસાવવું પડશે. વસાવીએ ના ને કે આ બધા લોકો રેડીઓ સાંભળે તો મને કેમ સંભાળવા નથી મળતું. આપણે પેલું વસાવ્યું ના હોય એટલે. આપણે TV વસાવેલું ના હોય એટલે આપણને જોવા ના મળે. તો બધાએ TV વસાવી લેવાનું છે. એમાં કંઈજ કરવાનું નથી. તદ્દન મફત મળે છે. દસ, પંદર, પચ્ચીસ હજાર ખર્ચવાની કઈ જરૂર નથી. મંગળવારે સાદો ઉપવાસ કરો અને એક થોડું વધારે કરજો, મૌન રાખજો, બે કલાક, વધારે નહિ. અને પછી તમે ઉપવાસ, પછી મૌન આટલું કરજો અને થોડા બને તો માતાજી ના ગરબા ગાજો અને પછી તમે દીવાલની સામે જોજો તમને દેખાય છે કે નહિ. પણ થોડું તાત્કાલિક નહિ દેખાય, ધીરજ રાખવી પડશે. કોઈ કહેશે કે આજે આંબા વાવે અને આજે કેરી મળે, એ નહિ મળે. પણ જો આટલું તમે માની લઈએ સાચી રીતે હૃદયથી કરશો તો સ્પષ્ટ થશે, ચોક્કસ તમને ખબર પડશે. કંઈક દેખાશે, પણ શું દેખાશે હું નથી કહેતો. પણ દેખાશે. અને પછી એ શક્તિ તમે વિકસાવશો તો તમે બેઠા બેઠા, વિવેકાનંદ અમેરિકામાં ગયા હતા તો ઉભા ઉભા બધું કહી દેતા હતા કે અમુક જગ્યાએ આ છે.. આ છે.. આ છે. એકવાર વિવેકાનંદ 1892-1893 માં ત્યાં અમેરિકા ગયા હતા શિકાગોમાં ધર્મપરીષદ-વિશ્વ ધર્મપરીષદ માં ત્યાં એમને કોઈ એ પૂછ્યું કે અમારી પાસે આ ટીવી છે ટ્રંકકોલ છે તાર છે આ બધું છે અમારી પાસે કેટલું બધું, વિમાન છે આ બધું બહુ સાધનો અમારી પાસે છે. તમારા ભારત પાસે શું છે? વિવેકાનંદે બહુ સુંદર જવાબ આપ્યો છે, મને એના ઉપર બહુજ ગૌરવ છે. એમણે ક્હી દીધું તરત હજારો માણસ ની વચ્ચે કે ફલાણા ભાઈ હેટ પેહરીને બેઠા છે એમને ઉભા કરો કે તે મારા મંચ પાસે લાવો. અને એ ભાઈ ને મંચ પર લાવવા માં આવ્યા. આ તમારો દેશ છે હું તો કઈ જાણતો નથી. આ કોણ છે ક્યાં છે પણ હું બધુ જોઉં છું એમનું મકાન પાંચસો કિલોમીટર અહીથી દુર છે મને દેખાય છે અને એ અગ્નિ માં અત્યારે બળી રહ્યું છે. અને દસ મિનીટ માં હમણાં મેસેજ આવશે અને એમ કરી સ્ટેજ પર દસ મિનીટ થઇ તરતજ એનાઉન્સ થયું કે ફલાણા ભાઈ જ્યાં હોય ત્યાંથી આવે એમનું નું ઘર બળે છે. વિવેકાનંદ કહે અમારા ભારત પાસે આ છે. આ સંસ્કૃતિ અમારી, કેસેટમાં મારે બોલવું પડયું છે કે "ભારતીય સંસ્કૃતિ અમર રહો". મારે ભગવાનને પ્રેયર (PRAYER)કરવી પડી. દુઃખની વાત એ છે કે આપણે એ છોડી દઈએ છીએ. પારકી સંસ્કૃતિ અપનાવીએ છીએ. પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણે ત્યાં ઘુસી ગઈ છે. એણે આ બધા પર કાટ ચડાવી દીધો છે. આપણી પાસે આવી, વિમાન ની વાત તમે આજે કરો છો, અમારા રામચંદ્રજી પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યા આવ્યા હતા. અમારા શાસ્ત્રો બોલે છે. આજેય આ શક્તિયો છે. સ્પષ્ટ છે, ચોક્કસથી છે. થોડાક તમે પ્રેકટીસ કરશો. તો તમને અનુભવ થશે. કેટલીક વાતો એવી હોય છે કે મારે બોલી શકાતી નથી હોતી. પણ મારી આ એક વિનંતી છે બધાને કે પા પગલી તો માંડજોજ. પાવાગઢ ના જવાય તો કઈ નહિ પાવાગઢ તરફ તમે મોઢું ફેરવજો. ચોક્કસ માતાજી ના કિરણો તમારામાં પર પડશે. પણ મારે તો આંખજ નથી મેળવવી. કેમેરાનું તમારા પર એ પડતું હોય આપને એના તરફ જોઈએ જ ના તો મોઢું નથીજ આવવાનું. એના તરફ જોવું પડે. માતાજીના કિરણો ત્યારેજ આવે જયારે એમના તરફ થોડી ભક્તિ કરો ત્યારે.
મારી બધાને વિનંતી છે કે આ જે થોડીક મે વાત તમને કરી એ વાત તમે થોડી અમલ માં મુકજો. ઘેર જઈને ખંખેરી ને ઉઠીને ચાલ્યા ના જતા. જો જીવન જીવી જાણવું હોય તો. ને પછી તમારે ન મેળવવું હોય તો મારે કોઈ વાંધો નથી. તો એ અમલ કરજો અને હું ચોક્કસ ખાતરી આપું છું તમને કે તમે આ રીતે કરશો ને તમારે કોઈ જરૂર પડે તો આ મે કહ્યું તે પ્રયોગ કરજો તમને કુદરત નો સહકાર મળશે. તમને અનુભવ થશે અને હું તમારી સાથે છું તે પણ તમને અનુભવ થશે.
"જય મહાકાળી"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો