'વિશ્વશાંતિ મહાકાળી મહાનવરાત્ર વ્રત', સંવત ૨૦૭૬
૧૯૭૬ની સાલમાં પ. પૂ. માનસદગુરુજી એ પોતાનો નાનો પુત્ર બીમાર હોવાથી તેને સારું ના થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કર્યો હતો. ત્યારે શ્રાવણ સુદ-૧૪ ના દિવસે સ્વયં બાબરમામાએ પૂ. માનગુરૂજીને જણાવ્યું હતું કે "પૂ.માતાજી તમારે ત્યાં આવશે, એમનાં સ્વાગતની તૈયારી રાખજો." ત્યારબાદ આસો સુદ આઠમના દિવસે પૂ. મા પધાર્યા પછીથી પૂ. માનસદગુરુએ અન્નજળ ગ્રહણ કર્યા હતા. આમ આ સાડી બાવન દિવસનાં વ્રતને "મહાનવરાત્ર વ્રત" તરીકે ઓળખવામાં આવે છે.
આ વ્રત કરવાનો મુખ્ય હેતુ વિશ્વશાંતિ તથા માનવકલ્યાણના ઉચ્ચ ધ્યેય તરફ ઝડપી પ્રયાણ કરવાનો છે. વિશ્વમાં સદાયે શાંતિ જળવાયેલી રહે અને મનુષ્ય જાતિનો ઉધ્ધાર થાય એ માટે દરેક મનુષ્ય આ વ્રત કરી પોતાનો અલ્પ ફાળો વિશ્વતપ ભંડોળમાં અર્પણ કરી શકે છે. અને પ. પૂ. માન સદગુરુદેવે આજીવન અતિકઠિન તપશ્ચર્યા કરી પ્રગટાવેલ તપરૂપી 'શાંતિદીપ' સદાયે અખંડ જલતો રાખી શકાય. આથી આ 'મહાનવરાત્ર વ્રત'ને પ. પૂ. માન સદગુરુદેવે 'વિશ્વશાંતિ મહાકાળી મહાનવરાત્ર વ્રત' નામ આપેલ છે.
'વિશ્વશાંતિ મહાકાળી મહાનવરાત્ર વ્રત સામાન્ય રીતે શ્રાવણ સુદ-૧૪ (ચૌદશ)ને સાંજે ૭-૩૦ વાગ્યાથી શરૂ કરીને આસો સુદ આઠમના રોજ સાંજે ૪-૩૦ વાગ્યે પ. પૂ. મહાકાળી માતાજીનો હવન કરીને અથવા કોઇ પણ મંદિરમાં માતાજીના હવનમાં હાજર રહીને અથવા દર્શન કરીને પૂર્ણ કરવાનું હોય છે. પરંતુ આ વખતે આસો અધિક હોવાથી આ વ્રત ની શરૂઆત ભાદરવા સુદ ચૌદસ થી થશે.
આ વર્ષે વ્રત શરૂ થવાની તા. ભાદરવો સુદ ૧૪, તા. ૧-૯-૨૦૨૦ (મંગળવાર ).
વ્રત પૂર્ણ થવાની તા. આસો સુદ આઠમ તા. ૨૪-૧૦-૨૦૨૦ (શનિવાર) છે.
'વિશ્વશાંતિ મહાકાળી મહાનવરાત્ર વ્રત સામાન્ય રીતે શ્રાવણ સુદ-૧૪ (ચૌદશ)ને સાંજે ૭-૩૦ વાગ્યાથી શરૂ કરીને આસો સુદ આઠમના રોજ સાંજે ૪-૩૦ વાગ્યે પ. પૂ. મહાકાળી માતાજીનો હવન કરીને અથવા કોઇ પણ મંદિરમાં માતાજીના હવનમાં હાજર રહીને અથવા દર્શન કરીને પૂર્ણ કરવાનું હોય છે. પરંતુ આ વખતે આસો અધિક હોવાથી આ વ્રત ની શરૂઆત ભાદરવા સુદ ચૌદસ થી થશે.
આ વર્ષે વ્રત શરૂ થવાની તા. ભાદરવો સુદ ૧૪, તા. ૧-૯-૨૦૨૦ (મંગળવાર ).
વ્રત પૂર્ણ થવાની તા. આસો સુદ આઠમ તા. ૨૪-૧૦-૨૦૨૦ (શનિવાર) છે.
'વિશ્વશાંતિ મહાકાળી મહાનવરાત્ર વ્રત' ના નિયમો
૧) આ વ્રત કરનાર એકટાણું ભોજન (અનાજ) લઇ શકશે. ફળાહાર કરી શકાય છે.
૨) આ વ્રત દરમિયાન ઓછામાં ઓછું ૨ કલાકનું મૌન ફરજિયાત છે.
૩) વ્રત દરમિયાન ઇચ્છાશક્તિ પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું. ઇચ્છાશક્તિ પર નિયંત્રણ રાખનાર દરેક ભક્ત આ વ્રત કરી શકે છે.
૪) વ્રત દરમિયાન અથવા વ્રત પૂર્ણ થયે પાંચ બાળાઓ અને ઓછામાં ઓછા એક બ્રાહ્મણને પ્રેમપૂર્વક જમાડવા.
૫) વ્રત કરનાર દરેક ભક્તોએ પોતાના નામ શ્રી કનુભાઈ આચાર્ય, રહે. વાસણા, અમદાવાદને નોંધાવવા ફરજીયાત છે.
૬) વ્રત દરમિયાન પૂ. મહાકાળીમાં નો "ૐ હ્રીં ક્રીં મેં સ્વાહા" મંત્રજાપ શક્તિ મુજબ કરવા.
૭) વ્રત દરમિયાન પૂ. મહાકાળીમાં ના ગરબા વધુ વખત ગાવા તથા સાંભળવા.
૮)
વ્રત ચાલુ થયે ગમે ત્યારે વિશ્વશાંતિ બાબરવીર મંદિર, દયાદરા, તા.જી. ભરૂચ
જઇ દર્શન કરવા ફરજીયાત છે. ગુજરાત બહાર રહેતા અથવા વિદેશમાં રહેતા ભક્તો
પોતે પોતાના ઘેર પૂ. બાબરમામાનો દીવો પ્રગટાવીને પ્રાર્થના કરીને વ્રત કરી
શકે છે, દયાદરા આવવું ફરજીયાત નથી.
૯) કોઇપણ ધર્મની વ્યક્તિ નાત-જાત કે ગરીબ-તવંગરનો ભેદભાવ રાખ્યા વગર આ વ્રત કરી શકે છે.
આ વ્રત વિશ્વવ્યાપી છે. કોઇ પણ માનવ નાત-જાત, દેશ-પરદેશનાં ભેદભાવ વગર આ વ્રત કરી વિશ્વશાંતિનાં ઉચ્ચ ધ્યેય તરફ પ્રયાણ કરવા સ્વેચ્છાએ શક્તિ અર્પી શકે છે.
॥ જય માતાજી ॥
-પૂ. માનગુરુના આદેશથી
પૂ. મહાકાળી માંના ગરબાની કેસેટ "માનઆનંદ" તથા પૂ. માનગુરુજીનાં જીવનનું અંતિમ પુસ્તક "ઋષિત્વનો રાજમાર્ગ" મેળવી લેવા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો